Action Research steps

1. સમસ્યા (સમસ્યાની ઓળખ ) :




  • વિદ્યાર્થીઓ વાંચનની ક્ષમતામાં કાચાં છે.
  • સહભ્યાસિક પ્રવૃતિમાં રુચિ દાખવતા નથી.
  • નિયમિત હાજર રહેતા નથી.
  • રીસેસ પછી ઘરે જતા રહે છે.
  • લેખિત અભિવ્યક્તિ નબળી છે.
  • હ્સ્તક્ષાર નબળા છે.
  • ગૃહકાર્ય નિયમિત રીતે કરતાં નથી.
  • નકશાવાંચનમાં કચાસ ધરાવે છે.
  • પ્રયોગમાં રસ ધરાવતા નથી. 
  • આકૃતિ દોરી શકતા નથી.
  • પ્રાદેશિક ઉચ્ચારણદોષ વધુ જોવા મળે છે.
  • ભૂમિતિની આકૃતિઓ સાચી રીતે દોરી શકતા નથી.
  • પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ નકશાપૂર્તિની ક્ષમતામાં કચાશ ધરાવે છે.

૨.સમસ્યાક્ષેત્ર

શાળા : સુરત શહેરની ઉધના વિસ્તારની આર.એન.નાયક પ્રાથમિક શાળાના ધોરણ -૮ બ ના વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાન વિષયમાં નકશાપૂર્તિ કરી શકતા નથી.

શાળા : ઉધના વિસ્તારની આર.એન.નાયક પ્રાથમિક શાળા
ધોરણ : ૮ 
વર્ગ :   બ 
વિષય : સામાજિક વિજ્ઞાન મુદ્દો : નકશાપૂર્તિ

૩.પાયાની જરૂરી માહિતી :

  • સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષક સાથે ચર્ચા
  •  
  • શિક્ષણકાર્ય દરમિયાન વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી
  •  
  • શિક્ષણકાર્ય દરમિયાન નકશાપૂર્તિમાં વિદ્યાર્થીઓની સહભાગિતા અને અવલોકન 
  • નકશામાં વપરાતાં ચિન્હોનો અંગે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા.

  • નકશાપોથી વિદ્યાર્થીઓ પાસે છે કે નહિ તેની તપાસ

  • પ્રવાસ આયોજન દરમિયાન વિદ્યાર્થીઓની નકશાકાર્યની બાબતમાં ઉત્સુકતાનું અવલોકન 
  • સ્વાધ્યાયકાર્યની ચકાસણી
૪. સમસ્યાનાં સંભવિત કારણો :

  • શિક્ષકે માત્ર કથન પદ્ધતિથી જ અધ્યાપન કરાવ્યું.

  • શિક્ષણકાર્ય દરમિયાન નકશાના ઉપયોગ પરત્વે ઉદાસીનતા રાખવામાં આવી હોય.

  • નકશાપૂર્તિની ક્ષમતાના વિકાસ માટેh જરૂરી મહાવરાનો અભાવ.

  • નકશાપોથી કે એટલાસનો ઉપયોગ નહિ કરતો હોય 

  • નકશામાં વપરાતાં વિવિધ ચિન્હો આપવા પ્રત્યે ઉદાસીનતા.

  • સ્વાધ્યાયમાં નકશાકાર્યને સ્થાન નહિ અપાતું હોય.

  • વિધાથીર્ઓને પ્રવાસના આયોજન દરમિયાન નકશાકાર્યનો અનુભવ નહિ આપ્યો હોય.

  • અન્ય




























૫. ઉત્ક્લ્પનાઓ:-


૧. જો શિક્ષક માત્ર કથનના બદલે કા.પા પર ચિન્હો દોરીને નકશા વિશે સમજાવે તો વિદ્યાર્થીઓ નકશાપૂર્તિ કરી શકે. 
૨. જો શિક્ષક રેખાંકિત નકશા પર પ્રત્યક્ષ રીતે વિદ્યાર્થીઓને નકશાપૂર્તિ માટે તક આપે તો ....
૩. જો શિક્ષક શિક્ષણકાર્ય દરમિયાન નકશાનો શૈક્ષણિક સાધન તરીકે ઉપયોગ કરે તો ...
૪. જો શિક્ષક પ્રાર્થનાસભામાં પ્રવૃત્તિ તરીકે ઉપયોગ કરે તો....
૫. જો શિક્ષક નકશાપૂર્તિનો વારંવાર મહાવરો કરાવવામાં આવે તો...
૬. જો શિક્ષક વિદ્યાર્થીઓને નકશાપોથી કે એટલાસ વસાવવા અને ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે તો... 
૭. જો શિક્ષક વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં નકશાકાર્યને સ્થાન આપે તો ....
૮. જો શિક્ષક વિદ્યાર્થીઓને નકશામાં વપરાતાં વિવિધ ચિન્હો અંગે સમજ આપે કા.પા
    પર દોરી બતાવે તો ...
   


૬. પ્રાયોગિક કાર્યની રૂપરેખા :(સમયગાળો : ૧૫ દિવસ )



































૭. મૂલ્યાંકન :

  • મૂલ્યાંકનમાં વિદ્યાર્થીઓ નકશાપૂર્તિ કરવા સક્ષમ બન્યા કે કેમ ?
  • એટલાસ કે સ્વાધ્યાયપોથીનો ઉપયોગ કરતાં થયા કે કેમ ?
  • વર્ગશિક્ષણ દરમિયાન નકશાના પ્રત્યક્ષ ઉપયોગથી થાય છે?
  • નકશાપૂર્તિનો મહાવરો કરાવવાથી ક્ષમતામાં વિકાસ થયો કે કેમ ?
  • મૂલ્યાંકનના  આધારે તારણો, પરિણામ અને અનુકાર્ય  નક્કી કરી શકાય. 


૮. તારણો, પરિણામો :

પ્રયોગકાર્યના અંતે ઉત્ક્લ્પનાની ચકાસણી કર્યા બાદ મૂલ્યાંકન દ્વારા પ્રાપ્ત કરેલી માહિતીના આધારે તારણો મેળવી શકાય છે  અને તારણોને આધારે અનુકાર્ય કેવું કરી શકાય, કેવી રીતે કરી શકાય તેની દિશા સ્પસ્ટ બને છે. 




૯.અનુકાર્ય :


  • ૭૦% વિદ્યાર્થીઓ નકશાપૂર્તિ કરવામાં સક્ષમ થયા.....૩૦ % વિદ્યાર્થીઓનું શું ?
  • શું કરાવવું?
  1. ફરીથી શિક્ષણકાર્ય 
  2. ટેસ્ટ 
  3. ચકાસણી ..
  4. તજજ્ઞો બોલાવવા
  5. મહાવરો


Previous Post Next Post